જીવામૃત બનાવવાની રીત અને તેના ઉપયોગ
Topic outline
-
-
નમસ્કાર ખેડૂત મિત્રો, સજીવખેતીમાં હાલમાં જીવામૃત વિપુલ પ્રમાણમાં ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. જીવામૃત એટ્લે વિવિધ વસ્તુઓ માંથી એવી બનાવટ કે જે આપણા પાકને પુરતું પોષણ આપે. જીવામૃત બનાવવા માટે આપણે સૌ પ્રથમ જુદી-જુદી 10 વસ્તુનો ઉપયોગ કરીયે છીએ. સૌ પ્રથમ ખેડૂત મિત્રો ને જણાવી દઈએ કે જીવામૃત બનાવવા માટે આપણે પ્લાસ્ટિકની ટાંકી અથવાતો સિમેન્ટની ટાંકી અથવાતો માટીના વાસણમાં બનાવી શકાય. એના માટે આપણે સૌ પ્રથમ દેશી ગાયનું 8 થી 10 લિટર પેશાબ લેવો ખુબજ જરૂરી છે. એની સાથે સાથે 15 થી 20 કિલો દેશી ગાયનું છાણ લેવાનું છે. આ ગાય ના પેશાબ અને છાણ ને મિશ્રણ કરી અને એક વાસણમાં તૈયાર કરવાનું છે. ત્યાર બાદ એમાં આપણે જો 200 લિટરની પ્લાસ્ટિક ની ટાંકી હોય તો એમાં થોડું પાણી ઉમેરી અને ત્યાર બાદ એમાં 2 કિલો કઠોળ નો લોટ મિશ્રણ કરવાનો છે.તેની સાથે સાથે આપણે 2 કિલો ગોળ પણ મિશ્રણ કરવાનો છે. એની સાથે સાથે દેશી ગાય માથી તૈયાર કરેલી 5 લિટર જેટલી છાસ ઉમેરવાની છે. સાથે સાથે એમાં આપણે આપણાં પાકને જરૂરી પોષક તત્વો મળી રહે એટલા માટે અને જરૂરી જીવાણુ મળી રહે એટલા માટે જો આપણાં અવાવરુ વડ હોય એ વડના ઝાડની નીચેની માટી પણ એમાં 2 કિલો ઉમેરવાની છે. સાથે-સાથે એમાં ખાસ કરીને દેશી ગોળ પણ ઉમેરવાનો છે. આ રીતે ઉમેરીયા બાદ આ દ્રાવણ જ્યારે તૈયાર થાય ત્યારે એને આ ટાકી માં 15 થી 17 દિવસ કોહવડાવવા માટે મૂકી રખવાનું છે અને આ દ્રાવણને આપણે સવાર અને સાંજ 12 વખત એને બરાબર હલાવવાનું છે. અને આ 15 દિવસ બાદ આ ખાસ જે પ્રવાહી ખાતર તૈયાર થાય એને આપણાં પાકમાં છંટકાવ માં ઉપયોગ કરી શકાય છે. તો એનો છંટકાવ માટે ખેડૂત મિત્રોને ખાસ જણાવી દઇએ કે 3%નું દ્રાવણનું છંટકાવ ઉપયોગ કરવાનો છે એટ્લે કે 10 લિટર પાણી હોય તો 300 એમએલ આપણે નાખી અને જો પાકમાં છંટકાવ કરવામાં આવે તો પાકમાં ખુબજ સારી વૃદ્ધિ જોવા મળે છે અને પાકને પૂરતું પોશણ મળી રહે છે. સાથે સાથે એને તમે જમીનમાં પણ આપવુ હોય તો 1 એકરે 50-70 લિટરનું દ્રાવણ ટપક પદ્ધતિ દ્વારા અથવા તો પાણીના ઢાળિયામાં મૂકી જવાદો તો પણ આપણને સારું ઉત્પાદન મળી રહે છે. તો આ રીતે આ પ્રવાહી ખાતરનો ઉપયોગ જો આપણે સજીવ ખેતી અંતર્ગત કરવામાં આવે તો પાકને પૂરતું પોષણ મળે અને ઉત્પાદનમાં આપણને વધારો જોવા મળી શકે છે.
-